રિપોર્ટ@દેશ: મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી ભારતે જીતી, ટીમ ઈન્ડિયાએ ચીનને 1-0થી હરાવ્યું
બીજા ક્વાર્ટરમાં ભારતને 4, ચીનને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જો કે, કોઈપણ ટીમ તેને ગોલમાં બદલી શકી ન હતી.
Nov 21, 2024, 08:39 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી ભારતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ચીનને 1-0થી હરાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરની પ્રથમ મેચની 31મી મિનિટે દીપિકાએ ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ કર્યો, જેના કારણે ભારતને જીત અપાવી.
પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કુલ 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત અને ચીનની ટીમો 0-0 થી બરાબર રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતને 4, ચીનને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જો કે, કોઈપણ ટીમ તેને ગોલમાં બદલી શકી ન હતી.
ભારત અને ચીનની મહિલા હોકી ટીમો વચ્ચે ફાઇનલ મેચ રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. 3 હજારની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ સંપૂર્ણપણે દર્શકોથી ભરાઈ ગયું હતું. સ્ટેડિયમમાં તિરંગો ફરકાવ્યો હતો. જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા.