રિપોર્ટ@મુંબઈ: એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 10 કિલો સોનું જપ્ત કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 10 કિલો સોનું જપ્ત કર્યું છે. બજાર કિંમત 8.47 કરોડ રૂપિયા છે. એરપોર્ટના 3 ખાનગી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
એરપોર્ટ સ્ટાફ સોનું પોતાના અંડરગાર્મેન્ટમાં છુપાવીને એરપોર્ટની બહાર લઈ જવા માંગતો હતો. કસ્ટમ્સ વિભાગે 13 થી 15 માર્ચ દરમિયાન આ જપ્તીઓ કરી હતી. આ અંગે સત્તાવાર માહિતી સોમવારે આપવામાં આવી હતી.
પહેલી જપ્તીમાં, એરપોર્ટના એક ખાનગી સ્ટાફના પેન્ટના ખિસ્સામાંથી 6 કેપ્સ્યુલ્સ મળી આવ્યા હતા. આમાં 2.8 કિલો 24 કેરેટ સોનાના પાવડર ભરવામાં આવ્યા હતા. તેની બજાર કિંમત 2.27 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
બીજી એક જપ્તીમાં, અધિકારીઓએ અન્ય એક અંગત સ્ટાફ પાસેથી 2.36 કરોડ રૂપિયાની કિંમતનો 2.9 કિલો 24 કેરેટ સોનાનો પાવડર જપ્ત કર્યો. આ સોનું સાત કેપ્સ્યુલમાં રાખવામાં આવ્યું હતું.
ત્રીજી જપ્તીમાં, બીજો એક કર્મચારી પકડાયો. તેના અંડરગાર્મેન્ટમાંથી 1.31 કરોડ રૂપિયાની કિંમતના 1.6 કિલો 24 કેરેટ સોનાના પાવડરવાળા બે પાઉચ મળી આવ્યા હતા.