રિપોર્ટ@દેશ: બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઓડિશાના દરિયાકાંઠે અથડાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક વાવાજોડા આવતા હોય છે. જેના કારણે ભારે તબાહી થતી હોય છે. બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ. 8:30 કલાકમાં તોફાનની ઝડપ ઘટીને 10 kmph થઈ ગઈ.
'દાના'ની અસરને કારણે ઓડિશામાં સતત વરસાદ થઈ રહ્યો છે. ભદ્રક, કેન્દ્રપરામાં 30 cmથી વધુ વરસાદની અપેક્ષા છે. સીએમ માઝીએ કહ્યું- 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને વાહનોને પણ નુકસાન થયું હતું.
ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મમતા સરકાર 83 હજાર લોકોને રાહત શિબિરોમાં લઈ ગઈ છે.
ગુરુવારે સાંજે 5 વાગ્યાથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તે જ સમયે, સાઉથ ઈસ્ટ રેલવે, ઈસ્ટ કોસ્ટ રેલવે, ઈસ્ટર્ન રેલવે અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી હતી.