રિપોર્ટ@દિલ્હી: આજથી 4 મોટા ફેરફારો: ગેસના બાટલાના ભાવ વધ્યા, ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો પણ લાગુ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોમર્શિયલ સિલિન્ડર આજથી 1 મેથી 993 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તે 3071.50 રૂપિયામાં મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી આ જાણકારી આપી છે. આ ઉપરાંત 'ઓનલાઈન ગેમિંગ રૂલ્સ 2026' પ્રભાવી થઈ ગયા છે.
4 મોટા ફેરફારો
1. કોમર્શિયલ સિલિન્ડર 993 રૂપિયા સુધી મોંઘો
ફેરફાર: ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹993 મોંઘો કરી દીધો છે. દિલ્હીમાં તેની કિંમત ₹3071.50 થઈ ગઈ છે. પહેલા તે ₹2078.50 માં મળી રહ્યો હતો. જ્યારે અમદાવાદમાં તેનો ભાવ 3,091 રૂપિયા થઈ ગયો છે.
અસર: કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ વધશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી મોંઘા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ મોંઘી થઈ શકે છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
2. ઓનલાઈન ગેમિંગ માટેના નવા નિયમો આજથી લાગુ
ફેરફાર: દેશમાં આજે 'ઓનલાઈન ગેમિંગ રૂલ્સ 2026' અમલમાં આવી ગયા છે. આ અંતર્ગત 'ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા'ની રચના કરવામાં આવશે. આ સંસ્થા ઓનલાઈન ગેમ્સને રેગ્યુલેટ કરવા, તેમને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરવા અને તેમની મોનિટરિંગનું કામ કરશે.
આ અંતર્ગત ગેમ્સને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. ઓનલાઈન મની ગેમ્સ, ઓનલાઈન સોશિયલ ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ. મની ગેમ્સ પર પ્રતિબંધ છે જ્યારે અન્ય ગેમિંગ પ્લેટફોર્મ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
હવે વિદેશી ગેમિંગ કંપનીઓ પણ ભારતીય કાયદાઓથી બચી શકશે નહીં. જો કોઈ કંપની ભારતમાં સેવા આપી રહી છે, તો તેનું મુખ્યાલય ગમે ત્યાં હોય, તેણે ભારતીય નિયમોનું પાલન કરવું જ પડશે.
યુઝર્સની સુરક્ષા માટે ઓનલાઈન ગેમ્સમાં ઉંમર મર્યાદા, પેરેંટલ કંટ્રોલ અને ટાઈમ લિમિટ જેવા ફીચર્સ હશે. ગેમિંગ દરમિયાન થતા નાણાકીય વ્યવહારો પર પણ નજર રાખવામાં આવશે.
અસર: કડક નિયમો અને ઉંમર મર્યાદા/પેરેંટલ કંટ્રોલ જેવા ફીચર્સથી ગેમિંગની લત અને છેતરપિંડીના કેસોમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી યુઝર્સ માટે સુરક્ષિત વાતાવરણ બનશે.
જ્યારે વિદેશી કંપનીઓ પર લગામ કસવાથી સટ્ટાબાજી અટકવાની અપેક્ષા છે. આનાથી સરકારની આવકમાં વધારો થશે અને ઈ-સ્પોર્ટ્સને એક કાયદેસર રમત તરીકે વધુ ઓળખ મળશે.
3. ડીઝલ અને હવાઈ ઈંધણનો નિકાસ સસ્તો થશે
ફેરફાર: કેન્દ્ર સરકારે 1 મેથી આગામી 15 દિવસ માટે ડીઝલની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ₹23 પ્રતિ લિટર કરી દીધી છે. એપ્રિલમાં તે ₹55.5 હતી.
જ્યારે ATF એટલે કે, હવાઈ ઈંધણ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ₹33 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. એપ્રિલમાં તે ₹42 હતી. આ ઉપરાંત, પેટ્રોલિયમ મંત્રાલયે ઈંધણની વ્યાખ્યા બદલીને હવે ATFમાં સિન્થેટિક ફ્યુઅલના મિશ્રણને મંજૂરી આપી દીધી છે.
અસર: ડ્યુટી ઓછી થવાથી ભારતીય રિફાઇનિંગ કંપનીઓ જેવી કે રિલાયન્સ અને નાયરાને વિદેશી બજારોમાં ઈંધણ વેચવું સસ્તું પડશે, જેનાથી તેમના નફામાં સુધારો થઈ શકે છે.
નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું વપરાશ માટે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી સામાન્ય જનતા માટે ઈંધણની કિંમતો સ્થિર રહેશે.
ATFમાં સિન્થેટિક મિશ્રણને મંજૂરી મળવાથી એવિએશન સેક્ટરમાં પર્યાવરણને અનુકૂળ અને વૈકલ્પિક ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન મળશે, જેનાથી ઇન્ડસ્ટ્રીના ધોરણોમાં સ્પષ્ટતા આવશે.

