રિપોર્ટ@દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી

તેમની સાથે ભાઈ રાહુલ ગાંધી, માતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકારણમાં અવાર-નવાર કેટલાક નિર્ણયો લેવામાં આવતા હોય છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભાઈ રાહુલ ગાંધી, માતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા.

પ્રિયંકાએ નોમિનેશન પહેલા કહ્યું- જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે મેં 1989માં પહેલીવાર મારા પિતા માટે પ્રચાર કર્યો હતો. ત્યારથી આ 35 વર્ષ માતા અને ભાઈ માટે મત માંગ્યા. હવે પહેલીવાર હું મારા માટે સમર્થન માંગી રહી છું. પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે નાવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકાના નોમિનેશન અંગે નાવ્યાએ કહ્યું- પ્રિયંકા વાયનાડમાં 7 દિવસ રોકાશે, પરંતુ હું પુરા 5 વર્ષ કામ કરીશ.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી નોમિનેશન પહેલા તેઓ રોડ શો કર્યો છે. પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર હતા. રોડ શો બાદ પ્રિયંકા ફોર્મ ભર્યુ હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી લોકસભા બેઠક પરથી જીત્યા હતા. બાદમાં તેમણે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી પસંદ કરી અને વાયનાડ છોડી દીધી.