રિપોર્ટ@દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એઈમ્સની બહાર દર્દીઓને મળ્યા, જાણો વધુ વિગતે

આજે એઈમ્સની બહાર દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા, જેઓ સારવારની આશામાં દૂર-દૂરથી આવ્યા છે.
 
રાહુલ ગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાહુલગાંધી અવાર-નવાર કેટલાક સ્થળોની મુલાકાત લેતા હોય છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીમાં એઈમ્સની બહાર દર્દીઓને મળ્યા હતા. રાહુલે દર્દીઓની ખબર-અંતર પૂછી હતી. તેમજ પડતી સમસ્યાઓ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.

રાહુલે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી અને લખ્યું- રોગનો બોજ, કડકડતી ઠંડી અને સરકારની અસંવેદનશીલતા. આજે એઈમ્સની બહાર દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા, જેઓ સારવારની આશામાં દૂર-દૂરથી આવ્યા છે.

સારવાર માટે તેઓ માર્ગ, શેરીઓ, ફૂટપાથ અને સબવે પર સૂવા મજબૂર છે. ઠંડી જમીન, ભૂખ અને અગવડતા હોવા છતાં આશાની જ્યોત પ્રજ્વલિત રાખે છે. કેન્દ્ર અને દિલ્હી બંને સરકારો જનતા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.