રિપોર્ટ@દિલ્હી: લોહીથી લથબથ હાલતમાં યુવતી મળી, સમગ્ર ઘટના જાણો
આર્મી ઑફિસરને રોડના કિનારે બેભાન હાલતમાં મળતાં પોલીસને જાણ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હીના સરાય કાલે ખાન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક યુવતી લોહીના ખાબોચિયામાં બેભાન હાલતમાં મળી હતી. મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી. હકીકતમાં જ્યારે એક આર્મી ઓફિસરે રાત્રે છોકરીને રસ્તાના કિનારે બેભાન જોઈ તો તેણે તરત જ પોલીસને જાણ કરી.
મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 2 વાગે વિંગ કમાન્ડર ગુરુદ્વારાથી મહારાણી બાગ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન એક મંદિર પાસે તેમણે એક છોકરીને રસ્તાના કિનારે બેભાન અવસ્થામાં પડેલી જોઈ. યુવતીના શરીર પર ઈજાનાં નિશાન હતાં અને તે લોહીથી લથપથ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને આર્મી ઓફિસરે તરત જ પોલીસને જાણ કરી. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીને તાત્કાલિક સારવાર માટે એઈમ્સ માં દાખલ કરી હતી.
આ મામલામાં પોલીસનું કહેવું છે કે યુવતીની ઉંમર 30-32 વર્ષની આસપાસ છે અને હાલ તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. જોકે હજુ સુધી તે કોઈ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. આ મામલે પોલીસને આશંકા છે કે યુવતીને નશો આપીને કોઈએ તેના પર બળાત્કાર કર્યો હશે. આ ઘટના પાછળનું કારણ શું હતું અને યુવતી ત્યાં કેવી રીતે પહોંચી એ અંગે હજુ તપાસ ચાલી રહી છે. એ સમયે યુવતી સાથે અન્ય કોઈ હાજર હતું કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે અને યુવતીનું નિવેદન નોંધવાની રાહ જોઈ રહી છે, જેથી ઘટનાની સચોટ માહિતી મળી શકે અને આરોપીને પકડી શકાય.