રિપોર્ટ@દિલ્હીઃ મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ, રાજઘાટ પર PM મોદીએ પુષ્પાંજલિ આપી, જાણો વધુ વિગતે
રાહુલ ગાંધીએ લખ્યું- રાષ્ટ્રપિતાએ મૂળમંત્ર આપ્યો કે સત્તા કરતાં સત્યની તાકાત મોટી
Jan 30, 2026, 14:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 78મી પુણ્યતિથિ છે. PM મોદીએ દિલ્હીના રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. PM સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
PMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારા શત-શત નમન. પૂજ્ય બાપુનો હંમેશા સ્વદેશી પર ભાર રહ્યો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો પણ આધારસ્તંભ છે. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ દેશવાસીઓને કર્તવ્ય પથ પર ચાલવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે.
રાહુલ ગાંધીએ લખ્યું કે રાષ્ટ્રપિતાએ આપણને મૂળમંત્ર આપ્યો કે સત્તાની તાકાત કરતાં સત્યની તાકાત મોટી હોય છે.

