રિપોર્ટ@દિલ્હી: થપ્પડ વિવાદ પર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી

તેમણે રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી છે કે સરકારી કામ અટકાવનારા AAP નેતાઓ અને સમર્થકોને સહન કરવામાં નહીં આવે. આ નિવેદન કેજરીવાલના તે વીડિયો સંદેશ બાદ આવ્યું, જેમાં તેમણે રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે દેશના Gen-Z સરકાર પાસેથી ઈમાનદારી અને પારદર્શક વલણની અપેક્ષા રાખે છે. બીજી તરફ, રાહુલ ગાંધીના કટાક્ષનો જવાબ આપતાં X પર લખ્યું છે કે રાહુલજી, તમે રહેવા દો ભાઈ, તમને કંઈ ખબર નથી.

આ સમગ્ર વિવાદ દિલ્હીના તિલક નગરમાં રસ્તાના નિરીક્ષણ દરમિયાન એક યુવકને થપ્પડ મારવા સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર 27 સપ્ટેમ્બરે તેનો વીડિયો સામે આવ્યો હતો. પ્રવેશ વર્મા દિલ્હી સરકારમાં PWD મંત્રી છે. વિવાદ બાદ તેમણે દાવો કર્યો કે યુવક Gen-Z નહીં, પરંતુ ગુનેગાર છે.

24 કલાકમાં પ્રવેશ વર્માના 4 નિવેદનો

પહેલું: 2.56 મિનિટના વીડિયોમાં રજૂ કરેલો પક્ષ- પ્રવેશ વર્માએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય જરનૈલ સિંહ ઘણા દિવસોથી PWD વિભાગના એન્જિનિયરો પાસેથી તેમના માટે કમિશન અપાવવાની માગ કરી રહ્યા હતા. પ્રવેશે પોતે ફોન કરીને જરનૈલને બોલાવ્યા હતા, તેઓ પોતાના કાર્યકરો સાથે તિલક નગર પહોંચ્યા. પ્રવેશે કહ્યું- ‘તેમના એક કાર્યકરે પરિવારને ગાળો આપી, તો આવી સ્થિતિમાં કોઈપણ ગુસ્સામાં પ્રતિક્રિયા આપશે, અને મેં પણ એવું જ કર્યું.’

બીજું: 3.09 મિનિટનો વીડિયો, જેમાં લોકો સાથે વાતચીત- પ્રવેશ કહી રહ્યા છે- હું માત્ર મારા એન્જિનિયર સાથે ગુરુદ્વારાનો રસ્તો જોવા ગયો હતો. પરંતુ ધારાસભ્ય પોતાના હિસ્ટ્રીશીટર ગુંડાઓને લઈને આવ્યા. ગાળાગાળી પર ઉતરી આવ્યા. હિંસક બની ગયા. મારો ઉદ્દેશ માત્ર વિકાસ કરવાનો છે, જો કોઈ તેમાં અવરોધ ઊભો કરશે તો હું તેને સહન નહીં કરું.

ત્રીજું: રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો- પ્રવેશ વર્માએ રાહુલ ગાંધીની પોસ્ટ કોટ કરતાં લખ્યું- રાહુલજી, તમે રહેવા દો ભાઈ, તમને કંઈ ખબર નથી. થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયા બાદ રાહુલે કહ્યું હતું- દિલ્હીની BJP સરકારના એક મંત્રી વીડિયોમાં એક યુવાનને થપ્પડ મારતા દેખાઈ રહ્યા છે. આ એ સત્તાનો ચહેરો છે, જેને હવે મતદારોથી ડર લાગતો બંધ થઈ ગયો છે.

ચોથું: થપ્પડ ખાનારો યુવક ગુનેગાર, તમારો ડ્રામા બેકાર- કેજરીવાલના નિવેદનનો જવાબ આપતાં વર્માએ કહ્યું, “તમારો Gen-Z વાળો ડ્રામા કામ નહીં કરે. તે કોઈ Gen-Z નથી. તે એવો ગુંડો છે, જેના વિરુદ્ધ ત્રણ મહિના પહેલાં MCD અધિકારી સાથે મારપીટની FIR નોંધાઈ હતી. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.”

કેજરીવાલે ઈમાનદારીનો મુદ્દો ઉઠાવ્યો હતો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જો રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચાર જોવા મળે, તો જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આવી ઘટનાઓ બાદ ભાજપ યુવાનો સાથે જોડાવાની આશા કેવી રીતે રાખી શકે? તેમણે એમ પણ કહ્યું કે સરકારને યુવાનો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની જરૂર નથી. સરકારે પારદર્શિતા અને જવાબદારી જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.