રિપોર્ટ@દિલ્હી: 6 શાળા અને મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી મળી

શાળાઓને ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું હતું કે 13-14 ડિસેમ્બરે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ થશે.
 
રિપોર્ટ@દિલ્હી: 6 શાળા અને મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ અવાર-નવાર કેટલીક વાર આવતા હોય છે. ફરી એકવાર ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે. દિલ્હીની 6 શાળા અને મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી મળી છે. રશિયન ભાષામાં આ ધમકીભર્યો ઈમેલ રિઝર્વ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર દેખાયો. શાળાઓને ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું હતું કે 13-14 ડિસેમ્બરે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ થશે.

ધમકી બાદ મુંબઈ પોલીસ એલર્ટ પર છે. DCP, મુંબઈ પોલીસના ઝોન 1એ જણાવ્યું કે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીની છ શાળાઓને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રાત્રે 12:54 વાગ્યે ઈમેલ આવ્યો હતો જેમાં પેરેન્ટ્સ મીટિંગ અને સ્પોર્ટ્સ ડે પર હુમલાની ધમકી આપવામાં આવી હતી.

દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ વિહારની ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલથી સવારે 4:21 વાગ્યે, શ્રી નિવાસ પુરીની કેમ્બ્રિજ સ્કૂલથી સવારે 6:23 વાગ્યે, ડીપીએસ અમર કોલોનીથી સવારે 6:35 વાગ્યે, સાઉથ દિલ્હી પબ્લિક સ્કૂલ ઑફ ડિફેન્સ કોલોનીને સવારે 7:57 વાગ્યે, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ, સફદરજંગથી સવારે 8:02 વાગ્યે અને વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ, રોહિણીમાંથી સવારે 8:30 વાગ્યે ધમકીભર્યા ઈમેલ અને કોલ્સ મળ્યા હતા.

ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ આ શાળાઓમાં તપાસ માટે પહોંચી ગયા છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. શાળા પ્રશાસને વાલીઓને મેસેજ મોકલીને વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ ન મોકલે.