રિપોર્ટ@દેશ: બાલાજીને મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું મહાદાન:121 કિલો સોનું ટ્રકમાં મંદિર પહોંચ્યું!

ચેન્નાઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈને અર્પણ કર્યું મહાદાન
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો એક ઐતિહાસિક દિવસ જોવા મળ્યો.

ચેન્નાઈના જાણીતા ઉદ્યોગપતિ *વર્ધમાન જૈન અને તેમના પત્ની રાધિકા જૈને* ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી (તિરુપતિ બાલાજી) ને *121 કિલો સોનાના આભૂષણો* અર્પણ કર્યા. હીરા જડિત આ આભૂષણોની કિંમત અંદાજે *રૂ. 160 થી 206 કરોડ* આંકવામાં આવી રહી છે.

*કેવી રીતે થયું દાન?*

આજે સવારે 11:30 વાગ્યે તિરુમાલાના *રંગનાયકુલા મંડપમ* ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી *એન. ચંદ્રબાબુ નાયડુની* ઉપસ્થિતિમાં જૈન દંપતીએ આ આભૂષણો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓને સોંપ્યા હતા.

*શું છે આ દાનમાં ખાસ?*

- કુલ વજન: *121 કિલો સોનું*

- કુલ આભૂષણો: *45 પ્રકારના*

- કુલ સેટ: *9 સેટ*

- બનાવવામાં લાગ્યો સમય: *15 મહિના*

- બનાવનાર: ચેન્નાઈની *GRT જ્વેલર્સ*

- આમાં મુગટ (કિરીટમ), શંખ-ચક્ર, કમરપટ્ટો (વડ્ડાણમ), ભુજકીર્તિ, અભય હસ્ત અને પદ્મ પાદાલુ (પગના આભૂષણો) નો સમાવેશ થાય છે.

આ આભૂષણો ખાસ ભગવાનને માથાથી પગ સુધી શણગારવા માટે બનાવવામાં આવ્યા છે. ભગવાનનો રોજનો શણગાર લગભગ 120 કિલો સોનાથી થાય છે, એટલે ભક્તે સંકલ્પ કર્યો હતો કે ભગવાનના એક આખા દિવસના શણગાર જેટલું સોનું હું અર્પણ કરીશ. એટલે જ 121 કિલોનો આંકડો પસંદ કર્યો.

*કોણ છે વર્ધમાન જૈન?*

વર્ધમાન જૈન ચેન્નાઈના મોટા ઉદ્યોગપતિ છે. તેઓ *Access Healthcare* કંપનીના ફાઉન્ડર અને વાઈસ ચેરમેન છે. તેમણે પોતાની કંપનીનો મોટો હિસ્સો વેચીને સફળતા મેળવી હતી. તેમનું માનવું છે કે, આ સફળતા બાલાજી ભગવાનના આશીર્વાદથી જ મળી છે, એટલે એ સંપત્તિ ભગવાનને જ પાછી અર્પણ કરવી જોઈએ.

તેઓ 2019 થી જ તિરુમાલા મંદિરમાં દાન કરતા આવ્યા છે. અગાઉ તેમણે SVBC ચેનલ માટે રૂ. 7 કરોડ અને સિક્કા ગણવાના મશીન માટે રૂ. 1 કરોડનું દાન પણ આપ્યું હતું.

*TTD નું કહેવું છે કે,*

> "કોઈ એક ભક્ત દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું સોનાનું દાન છે. આ આભૂષણો હવે રોજની પૂજા અને ખાસ શણગારમાં વાપરવામાં આવશે." આ આભૂષણો હાલ ભક્તોના દર્શન માટે મંડપમમાં મૂકવામાં આવ્યા છે.