રિપોર્ટ@દેશ: 1 ઓગસ્ટથી 15 દિવસની પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર ન્યાય માટે કેટલીક પદયાત્રા યોજવામાં આવતી હોય છે. દેશભરમાં સાંભળવા મળેલી ન્યાય યાત્રાનું નામ ગુજરાતમાં ગૂંજવા લાગ્યું છે. આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે. 1 ઓગસ્ટની શરૂઆતથી લઈને 15મી ઓગસ્ટ સુધીની 15 દિવસની પદયાત્રા મોરબીથી અમદાવાદ સુધી યોજાશે.
જેમાં પીડિત પરિવારો, ન્યાય માટે લડનાર યોદ્ધા એક બાદ એક શહેરથી જોડાશે. ન્યાય યાત્રામાં મોરબી, ટંકારા, રાજકોટ,ચોટીલા, સાયલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને છેલ્લે અમદાવાદ પહોંચશે. 15મી ઓગસ્ટ અમદાવાદ ખાતે ગુજરાતનો મહા ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વીડિયો-કોન્ફોરન્સ માધ્યમથી પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો અને રૂબરૂ મુલાકાત કરી એટલે પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવવામાં આવ્યા હતા.. જોકે તેમને સાંભળવામાં આવ્યા નથી અને તેમને બોલવા દેવામાં આવ્યા નથી.