રિપોર્ટ@દેશ: ઈન્ડિગો એરલાઇનની બુકિંગ સિસ્ટમમાં ગરબડ, ચેક-ઇન કરવામાં મુશ્કેલી
એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન અને ગ્રાઉન્ડ સર્વિસને પણ અસર થઈ છે. જેના કારણે દેશભરના એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.
Oct 5, 2024, 16:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઈન્ડિગો એરલાઈનની ઓનલાઈન પેસેન્જર સર્વિસ સિસ્ટમ ડાઉન છે. લોકો એરલાઈન ટિકિટ ઓનલાઈન બુક કરી શકતા નથી અને ચેક-ઈન કરી શકતા નથી.
એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન અને ગ્રાઉન્ડ સર્વિસને પણ અસર થઈ છે. જેના કારણે દેશભરના એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.
એરલાઈન્સે સમસ્યા અંગે માહિતી આપી છે, પરંતુ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે તેઓ કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે. દેશના 4 મોટા એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી તસવીરોમાં જોવા મળે છે.