રિપોર્ટ@દેશ: કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમમાં સુનાવણી

CBIના આરોપ- કેજરીવાલ લીકર પોલિસી લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ

 
કેજરીવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અરવિંદ કેજરીવાલ પર કેસ ચાલુ છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. કેજરીવાલે CBIની ધરપકડ સામે અને જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેમને વચગાળાના જામીન આપવા જોઈએ. CBIનો આરોપ છે કે આ કૌભાંડમાંથી મળેલા નાણાંનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે કેજરીવાલ શરૂઆતથી જ લીકર પોલિસી ઘડવા અને તેને લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ હતા.

કેજરીવાલના વકીલ સિંઘવીનું કહેવું છે કે આજનો મામલો માત્ર CBI કેસ સાથે જોડાયેલો છે. કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેઓ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે. કેજરીવાલની વકીલાત કરતી વખતે, તેમણે બે નિયમિત જામીનના આદેશો ટાંક્યા, જેમાંથી એક નીચલી કોર્ટનો અને એક સુપ્રીમ કોર્ટનો છે.