રિપોર્ટ@દેશ: એમ.એસ. ધોનીને મિત્રએ રૂા.15 કરોડનો ચૂનો લગાવ્યો, વધુ વિગતે
ક્રિકેટ એડેકેમી ખોલવા માટે
Jan 5, 2024, 20:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેન્દ્રસિંઘ ધોનીએ રાચી પોલીસમાં તેના પૂર્વ બીઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને સોમ્યા વિશ્ર્વાસ સામે રૂા.15 કરોડની છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે. ક્રિકેટ એડેકેમી ખોલવા માટે તેઓએ ધોની સાથે સમજૂતી કરી હતી અને તે પેટે ધોનીએ રુા. 15 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ તેના હિસાબમાં છેતરપીંડી થઇ હોવાનું જાણ થતાં ધોનીએ આ કેસ દાખલ કર્યો હતો.