રિપોર્ટ@ઈરાન: ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા 9 આરોપીને ફાંસીની સજા આપી , જાણો વિગતે

 ખૂબ જ કડક દેશ માનવામાં આવે છે.
 
કાર્યવાહી@ઈરાન: ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા 9 આરોપીને આપી ફાંસી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાન ગુનાખોરીને ડામવાના મામલામાં ખૂબ જ કડક દેશ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તે આ મામલે ખૂબ જ સખત કાર્યવાહી કરનારો દેશ માનવામાં આવે છે. ઈરાનમાં સૌથી મોટી ગુનાખોરી અફીણના સેવનને લગતી માનવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ તેનું ઉત્પાદન પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં થવુ છે. ઈરાન એ અફઘાનિસ્તાન અને યુરોપ વચ્ચે અફીણની દાણચોરીના મુખ્ય માર્ગ પર આવેલો દેશ છે.

ઇરાનમાં દેશી અફીણના ઉપયોગનો દર વિશ્વમાં સૌથી વધુ છે.

ઈરાનમાં ડ્રગ્સ સાથે પકડાનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ તેને મોટો દંડ ફટકારવામાં આવે છે. કેટલીક ઘટનાઓમાં તો ડ્રગ્સ સાથે ઝડપાનારને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવે છે. ઇરાને તાજેતરના દિવસોમાં નવ દોષિત ડ્રગ સ્મગલરને ફાંસી આપી છે. ઇરાની મીડિયાએ મંગળવારે આ અંગેના સમાચાર પ્રસારિત કર્યા છે.

હેરોઈન-અફીણની ખરીદી અને દાણચોરીનો આરોપ

IRNA ન્યૂઝ એજન્સી દ્વારા મળેલી માહિતી અનુસાર હેરોઈન અને અફીણની ખરીદી અને દાણચોરીના આરોપમાં ઉત્તર-પશ્ચિમ પ્રાંત અર્દાબિલની જેલમાં ત્રણ આરોપીને ફાંસી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે અન્ય છને મેથામ્ફેટામાઈન ડ્રગ્સ, હેરોઈન અને કેનાબીસની હેરફેરના આરોપમાં અલગથી ફાંસી આપવામાં આવી હતી.

2.8 મિલિયન લોકો ડ્રગ્સના વ્યસની

વિશ્વમાં સ્થાનિક અફીણના ઉપયોગના સૌથી વધુ દરોમાં ઇરાનનું નામ આવે છે. 2021માં યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) ના આંકડા દર્શાવે છે કે ઈરાનમાં 2.8 મિલિયન લોકો ડ્રગ્સના વ્યસની છે.તેમાં પણ ઈરાન એ અફઘાનિસ્તાન અને યુરોપ વચ્ચે ડ્રગ્સની દાણચોરીના મુખ્ય માર્ગ પર સ્થિત છે. ઈરાનના સત્તાધીશોએ માદક દ્રવ્યોના દુરુપયોગ અને હેરફેર સામે લડવા માટે ઘણી ઝુંબેશ શરૂ કરેલી છે, પડોશી અફઘાનિસ્તાનમાંથી દાણચોરી કરવામાં આવતા અફીણની મોટા પાયે જપ્તીની જાહેરાતો નિયમિતપણે કરી છે.

173 લોકોને ફાંસી

જૂન મહિનામાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે અહેવાલ આપ્યો હતો કે ઈરાની સત્તાવાળાઓએ 2023ના પ્રથમ પાંચ મહિનામાં ડ્રગ સંબંધિત ગુનાઓમાં દોષિત ઓછામાં ઓછા 173 લોકોને ફાંસી આપી હતી. આ આંકડો તે સમયગાળા દરમિયાન ઈરાનમાં થયેલી તમામ ફાંસીના બે તૃતીયાંશ જેટલો હતો. ઈરાન કહે છે કે સંપૂર્ણ કાનૂની કાર્યવાહી બાદ જ ફાંસી આપવામાં આવે છે અને તે ડ્રગની હેરફેર સામે જરૂરી અવરોધક છે.

700થી વધુ લોકો માર્યા ગયા

અહેવાલ મુજબ તે ચીન સિવાય અન્ય કોઈપણ દેશ કરતા દર વર્ષે વધુ લોકોને ફાંસી આપે છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રુપે નવેમ્બરમાં જણાવ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક 2023માં 700 થી વધુ લોકોને ફાંસી આપશે.જે આઠ વર્ષમાં સૌથી વધુ આંકડો છે.