રિપોર્ટ@હરિયાણા: દુકાનની બહાર કાળા રંગની સ્કોર્પિયો ચાલકે ખતરનાક સ્ટંટ કર્યો
સ્કોર્પિયોનો ડ્રાઈવર દુકાનની સામે ગોળ-ગોળ ગાડી ફેરવી રહ્યો હતો.
Updated: Mar 23, 2025, 13:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર ખતરનાક સ્ટંટ કરવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. ફરી એકવાર ખતરનાક સ્ટંટની ઘટના સામે આવી છે. ગુરુગ્રામના સેક્ટર 69માં એક દારૂની દુકાનની બહાર કાળા રંગની સ્કોર્પિયો ચાલકે ખતરનાક સ્ટંટ કર્યા.
સ્કોર્પિયોનો ડ્રાઈવર દુકાનની સામે ગોળ-ગોળ ગાડી ફેરવી રહ્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર લોકો ડરી ગયા હતા.
લોકોએ દુકાનની અંદર દોડીને પોતાનો જીવ બચાવ્યો. કારના સનરૂફમાંથી એક યુવાન પણ બહાર નીકળ્યો, જે ફરતી સ્કોર્પિયોમાં કેનમાંથી દારૂ પી રહ્યો હતો.
આ સ્ટંટના 2 વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, સ્કોર્પિયો અને તેના ચાલકની ઓળખ ન થવાને કારણે, પોલીસ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી.