રિપોર્ટ@દિલ્હી: 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે 4 લોકોની ધરપકડ કરી

પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. 
 
રિપોર્ટ@દિલ્હી: 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે 4 લોકોની ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. દિલ્હી પોલીસે ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.

આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. પોલીસ તેને મોટી સફળતા માની રહી છે. અત્યાર સુધીમાં પહેલી વખત 2,000 કરોડ રૂપિયાના મૂલ્યનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહી છે.

અત્યાર સુધીમાં દિલ્હીમાંથી પહેલી વખત આટલી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ, જપ્ત કરવામાં આવેલું કોકેન હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવતું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કવર શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાય વિરુદ્ધ લડવાનો છે.

દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતા ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા 1.14 કરોડ રૂપિયાના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.