રિપોર્ટ@દેશ: ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડ્યા, 3નાં મોત, 6 ઘાયલ

મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. તેમાંથી એક 1 વર્ષનો અને બીજો 2 વર્ષનો છે.
 
રિપોર્ટ@દેશ: ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. પુણેમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. તેમાંથી એક 1 વર્ષનો અને બીજો 2 વર્ષનો છે. વાઘોલીના કેસનંદ ફાટા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. ડમ્પરનો ડ્રાઈવર નશામાં હતો. તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે ફૂટપાથ પર લગભગ 12 લોકો સૂતા હતા. આ તમામ લોકો મજૂર હતા અને કામ માટે પુણેથી અમરાવતી જઈ રહ્યા હતા.

આ મજૂરોના કેટલાક મિત્રો નજીકના ઝૂંપડામાં સૂતા હતા. તેમણે કહ્યું, " પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ફૂટપાથ પર ચડી ગયું અને ત્યાં સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા." ચીસો સાંભળી અમે બહાર આવ્યા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા અને પોલીસને જાણ કરી હતી. 2 દિવસ પહેલા મુંબઈમાં ફૂટપાથ પર રમતા 4 વર્ષના બાળકને SUV કાર ચાલકે કચડી નાખ્યો હતો. તેના પિતા પણ મજૂરી કામ કરે છે.