રિપોર્ટ@દેશ: વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ SCOની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં પહોચ્યાં

9 વર્ષ પછી ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત; આજે SCO સમિટમાં ભાગ લેશે

 
રિપોર્ટ@દેશ: વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ SCOની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં પહોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિદેશ મંત્રી હાલ પાકિસ્તાનની મુલાકાતે પહોચ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ SCOની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં છે. આ તેમનો પહેલો પાકિસ્તાન પ્રવાસ છે. તેઓ મંગળવારે પાડોશી દેશ પહોંચ્યા હતા, જ્યાં ઇસ્લામાબાદ એરપોર્ટ પર બાળકો અને પાકિસ્તાનના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ પછી સાંજે પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. અહીં પીએમ શાહબાઝ અને જયશંકરની મુલાકાત થઈ હતી. પાકિસ્તાની PM એ હાથ મિલાવ્યા. ગયા વર્ષે, ગોવામાં SCOની બેઠકમાં જયશંકરે તત્કાલિન પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોનું અભિવાદન કર્યું હતું અને હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

જયશંકર આજે સવારે ગ્રુપ લીડર્સના ફોટો સેશનમાં હાજરી આપશે. આ પછી, SCOની બેઠક સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આમાં SCOના વેપાર અને આર્થિક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. બપોરે 2 કલાકે બેઠક બાદ લંચ કરાશે. જયશંકર સાંજે 4 વાગ્યે પાકિસ્તાનથી ભારત જવા રવાના થશે.