રિપોર્ટ@દેશ: વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ખેડૂતોમાં ભારે રોષ
ભારે વરસાદને પગલે હજારો વીઘા એકર જમીનમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ રેલ્વે ટ્રેકના અવરોધને લઇ થતો ન હોવાનો રોષ ખેડૂતો ઠાલવી રહ્યા છે.
Sep 7, 2024, 17:59 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણીજ પાણી જોવા મળી રહ્યું છે. ખેડા અને માતર તાલુકાના 12 ગામોના સીમ વિસ્તારમાંથી દિલ્હીથી મુંબઈનો ડેડીકેટેડ ફ્રેટ રેલવે પસાર થાય છે. તાજેતરમાં ભારે વરસાદને પગલે હજારો વીઘા એકર જમીનમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ રેલ્વે ટ્રેકના અવરોધને લઇ થતો ન હોવાનો રોષ ખેડૂતો ઠાલવી રહ્યા છે.
10 દિવસ થવા છતાં પણ પાણી મોટા પ્રમાણમાં ખેતરોમાં ભરાયેલા રહેતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ છે. 2013માં ટ્રેક માટે જમીન જમીન સંપાદન કરાયા બાદ રેલ્વે દ્વારા ટ્રેક બનાવતી વખતે પાણી નિકાલના ગરનાળા સ્ટ્રક્ચર પ્રમાણે મૂકવામાં ન આવતાં પાણીનો નિકાલ થઇ રહ્યો નથી.
9 મહિના પહેલા શરૂ થયેલા આ ટ્રેક પર ખેતર કરતા ગરનાળાનું સ્ટ્રક્ચર ઉચું હોવાથી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. ટ્રેક બનતા પહેલા પાણીનો 24 કલાકમાં નિકાલ થઇ જતો હતો.