રિપોર્ટ@મહારાષ્ટ્ર: રોડ પર મગર ફરતા હોવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ
મગર રસ્તા પર ફરતો દેખાયો
                                          Jul 1, 2024, 18:15 IST
                                            
                                        
                                    
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક પ્રાણીઓ રસ્તા પર ફરતાની ઘટના સામે આવતી હોય છે. ફરી એક વાર એવી ઘટના સામે આવી છે. જેમાં એક મગર રસ્તા પર ખુલ્લે આમ ફરી રહ્યો છે. મહારાષ્ટ્રના રત્નાગીરીના ચિપલુણમાં એક મગર રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો.
ચિપલુણના ચિંચનાકા વિસ્તારમાં મગરનો રોડ પર રખડતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શિવ નદીમાંથી મગર રોડ પર આવી ગયો હોવાની આશંકા છે.
વાસ્તવમાં અહીંની શિવ નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. રોડ પર મગર ફરતા હોવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

