રિપોર્ટ@દેશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટના દિવસે ગોલ્ડન વર્કવાળી સફેદ સાડી પહેરી

દર વખતે બજેટ દરમિયાન તેમણે પહેરેલી સાડી પાછળ એક કહાની હોય છે.
 
રિપોર્ટ@દેશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટના દિવસે ગોલ્ડન વર્કવાળી સફેદ સાડી પહેરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નાણાંમંત્રી આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.  દરેક બજેટમાં નાણામંત્રીનો અનોખો અંદાજ જોવા મળતો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ વાર્ષિક બજેટમાં સરકારની આગામી વર્ષ માટેની નાણાકીય નીતિઓ રજૂ કરે છે, ત્યારે તેઓ તેમની સાડીઓ બાબતે પણ હેડલાઇન્સમાં રહે છે.

દર વખતે બજેટ દરમિયાન તેમણે પહેરેલી સાડી પાછળ એક કહાની હોય છે. નાણામંત્રીની સાડીઓ એ ભારતની વિવિધતાપુર્ણ સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે, બજેટ રજૂ કરવા માટે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સફેદ સાડી પહેરી છે, તેમાં ગોલ્ડન વર્ક કરેલું છે.

તેમણે આ સાડીને લાલ બ્લાઉઝ સાથે પહેરી છે. આ સાડી નાણામંત્રીને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. તેમણે સીતારામણને બજેટના દિવસે આ સાડી પહેરવાની વિનંતી કરી હતી.

નિર્મલા સીતારમણે નમ્રતાપૂર્વક દુલારી દેવીની આ વિનંતી સ્વીકારી, જે નાણામંત્રીનો હેન્ડલૂમ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. દુલારી દેવી મિથિલા આર્ટ્સ માટે જાણીતી છે. વર્ષ 2021માં તેમને કલામાં તેમના યોગદાન માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.