રિપોર્ટ@દિલ્હી: તિગડી એક્સટેન્શનમાં ચોથા માળની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી, 4ના મોત
આગ બુઝાવવા માટે 4 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા.
Nov 30, 2025, 11:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સાઉથ દિલ્હીના તિગડી એક્સટેન્શનમાં શનિવારે સાંજે એક ફૂટવેર શોપમાં ભીષણ આગ લાગવાથી ભાઈ-બહેન સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે 2 ઘાયલ છે. મૃતકોમાં બિલ્ડિંગનો માલિક સત્યેન્દ્ર અને તેની બહેન અનિતાનો પણ સમાવેશ થાય છે. ઘાયલોમાંથી એકનું નામ મમતા છે, તે 25% દાઝી ગઈ છે. બાકીનાની ઓળખ હજુ થઈ શકી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે તેમને એક PCR કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તિગડી એક્સટેન્શનમાં જૂતાની દુકાનમાં આગ લાગી છે. આગે આખી બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
ત્યારબાદ આગ બુઝાવવા માટે 4 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ અને ફોરેન્સિક ટીમોને તપાસ કરવા માટે બોલાવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

