રિપોર્ટ@દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રસ્તાઓ ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે
સમારકામ માટે CMને પત્ર લખ્યો; આતિશીએ કહ્યું- અમે ટેન્ડર બહાર પાડ્યા છે
Oct 8, 2024, 08:38 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દિધું હતું. દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી બન્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના રસ્તાઓ ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે.
મેં રસ્તાના સમારકામ માટે સીએમ આતિશીને પત્ર લખ્યો છે. મને ખુશી છે કે અમારા ધારાસભ્યો અને નેતાઓએ શહેરના તમામ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું.
આ પ્રેસ કોન્ફરન્સમાં આતિશી પણ કેજરીવાલની બાજુમાં બેઠેલી જોવા મળી હતી. તેમણે કહ્યું- અમને કેજરીવાલનો પત્ર મળ્યો છે. આ પછી તરત જ પીડબલ્યુડીએ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી હતી.
હાલમાં 89માંથી 74 રોડ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. બાકીના 15 રસ્તાઓ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે.