રિપોર્ટ@હરિયાણા: 6 વર્ષની વિદ્યાર્થિનીને વાન ચાલકે કચડી નાખી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
તેનું મોત થયું હતું. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી રહી હતી. તેણી તેના પિતા તરફ આગળ વધવા લાગી ત્યારે વાન ચાલકે બેદરકારીપૂર્વક વાનને તેજ ગતિએ હંકારી હતી.
Nov 15, 2024, 12:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હરિયાણાના પાણીપતમાં 6 વર્ષની વિદ્યાર્થિનીને વાન ચાલકે કચડી નાખી. જેના કારણે તેનું મોત થયું હતું. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી રહી હતી. તેણી તેના પિતા તરફ આગળ વધવા લાગી ત્યારે વાન ચાલકે બેદરકારીપૂર્વક વાનને તેજ ગતિએ હંકારી હતી.
જેના કારણે વિદ્યાર્થિનીને પહેલા ટક્કર લાગી. આ પછી તે નીચે પડી ગઈ. ડ્રાઈવર બાજુનું આગળનું વ્હીલ અને તે જ બાજુથી પાછળનું વ્હીલ તેની ઉપર ફરી વળ્યું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાળકી તેના પિતાના ખોળામાં જ મૃત્યુ પામી.
વિદ્યાર્થિનીની ઓળખ રુચી તરીકે થઈ છે. તે JMD સ્કૂલ, ફ્લોરા ચોકમાં એલકેજી વર્ગમાં અભ્યાસ કરતી હતી. બીજી તરફ પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે.