રિપોર્ટ@દિલ્હી: જજના બંગલામાંથી ઢગલો રોકડ મળી, કોલેજિયમે ટ્રાન્સફરની ભલામણ કરી

દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા.
 
રિપોર્ટ@દિલ્હી: જજના બંગલામાંથી ઢગલો રોકડ મળી, કોલેજિયમે ટ્રાન્સફરની ભલામણ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હી હાઈકોર્ટના જજ  જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી રકમ રોકડ મળી આવી હતી.  તેમને ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.

હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રકમ રોકડ મળી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને રોકડ રકમ વિશે ખબર પડી, ત્યારે પાંચ સભ્યોના કોલેજિયમે તેમની ટ્રાન્સફર કરી દીધી.