રિપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિતશાહે કહ્યું- 40 હજાર હત્યાઓ માટે અબ્દુલ્લા અને નેહરુ જવાબદાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં અમુક બાબતોના કારણે ગરમાવો આવતો હોય છે. ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. શાહે ચેનાની અને ઉધમપુરમાં લોકોને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 40,000 લોકોની હત્યા માટે અબ્દુલ્લા અને નેહરુ જવાબદાર છે.
તે સમયે ફારુક અબ્દુલ્લા ક્યાં હતા? તેઓ લંડનમાં ઉનાળાની રજાઓ માણી રહ્યા હતા અને મોંઘી મોટરસાઇકલ ચલાવતા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કોઈ પક્ષ નહીં, માત્ર ભાજપે આતંકવાદને ખતમ કર્યો છે.
શાહે કહ્યું કે આ લોકો આપણા દેશની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુની ફાંસીની સજાનો વિરોધ કરી રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અફઝલ ગુરુને ફાંસી ન આપવી જોઈએ.
ઓમર અબ્દુલ્લા સાહેબ, તમે આતંકવાદીઓને બિરયાની ખવડાવતા રહો, પણ તમે જે આતંક ફેલાવો છો તેનો જવાબ ફાંસીનાં માંચડા પર જ આપવામાં આવશે.