રિપોર્ટ@દેશ: સુરક્ષા દળોએ ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકપી જિલ્લામાં બનેલા બંકરોને નષ્ટ કર્યા
આ બંકરો થમ્નાપોકપી અને સનસાબી ગામની સરહદે આવેલા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હતા.
Dec 30, 2024, 17:18 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મણિપુરમાં ખુબજ હિંસા વધી ગઈ છે. આ હિંસામાં ગણા લોકોના મોત નીપજ્યા હતા. મણિપુરમાં હિંસાની વધતી ઘટનાઓને પગલે સુરક્ષા દળોએ ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકપી જિલ્લામાં બનેલા બંકરોને નષ્ટ કરી દીધા છે. મણિપુર પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી.
આ બંકરો થમ્નાપોકપી અને સનસાબી ગામની સરહદે આવેલા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી ટેકરીઓ પર રહેતા બંદૂકધારીઓ નીચાણવાળા વિસ્તારના ગામડાઓ પર હુમલો કરી રહ્યા હતા.
આ ઉપરાંત આર્મી-પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન પણ 5 દિવસથી ચાલી રહ્યું હતું. સેનાએ 23 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ઈમ્ફાલ ઈસ્ટ, ટેંગનોપલ, યાંગિયાંગપોકપી અને ચુરાચાંદપુરમાંથી 9 હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.