રીપોર્ટ@જૂનાગઢ: મકાનમાંથી ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું

. કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર સહિત બે નાસી જતા તેને ઝડપી લેવા
 
રીપોર્ટ@જૂનાગઢ: મકાનમાંથી ગેરકાયદેસર  આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 જલારામ સોસાયટીમાં મકાનમાં ગેરકાયદે આંતરરાષ્ટ્રીય કોલ ધમધમતું હોવાની ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા રેઈડ પાડી 12થી વધુને ઝડપી લઈ કોમ્પ્યુટર, લેપટોપ, રોકડ સહીત રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે લઈ પુછપરછ હાથ ધરી છે. કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર સહિત બે નાસી જતા તેને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે.

જુનાગઢમાં જયશ્રી રોડ, રેલ્વે ફાટક નજી જલારામ સોસાયટીમાં ઈશાંત બિલ્ડીંગમાં બે બ્લોક ભાડે રાખી આંતર રાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા ભેજાબાજો અમેરિકાના નાગરિકોને ફોન કરી છેતરપીંડી આચરતા હોવાની બાતમી આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે.

પટેલ અને પીએસઆઈ જે.જે. ગઢવી સહિતના સ્ટાફે રેઈડ કરી ભાડે રખાયેલા બે બ્લોકમાંથી 12થી વધુ યુવક-યુવતીઓને કોમ્પ્યુટર, લેપટોપ અને રોકડ સહિત રૂા.8 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. બોગસ કોલ સેન્ટરમાં એક ડીવાયએસપીનાં પુત્રની સંડોવણી હોવાની વિગતો ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલા 12થી વધુ આરોપીઓમાં બે આરોપીઓ સુરેન્દ્રનગરના વતની હોવાની વિગતો ખુલી છે.

પોલીસે કબજે કરેલ લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટા આધારે કયારે અને કેટલી રકમની છેતરપીં આચરી તેની વિગતો ચકાસવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચની રેઈડમાં કોલ સેન્ટરના બે મુખ્ય સુત્રધારો ફરાર થતા તેને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી છે. બી ડિવિઝન હેઠળના જલારામ સોસાયટીમાં બે બ્લોકમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાતા ચકચાર જાગી છે. આજે સાંજે 4 કલાકે ક્રાઈમ બ્રાંચ મીડિયાને કોલ સેન્ટર અને ઝડપાયેલા આરોપીઓની વિગતો આપશે.