રિપોર્ટ@દેશ: ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને હાઈકોર્ટમાં ₹900 કરોડથી વધુ કસ્ટમ ડ્યુટીનું રિફંડ માગ્યું
કંપનીનું કહેવું છે કે એક જ ટ્રાન્ઝેક્શન પર બે વાર ડ્યુટી લગાવવી ગેરબંધારણીય છે.
Dec 13, 2025, 16:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને દિલ્હી હાઈકોર્ટમાં ₹900 કરોડથી વધુ કસ્ટમ ડ્યુટીનું રિફંડ માગ્યું છે. આ ડ્યુટી વિદેશમાં રિપેર કર્યા પછી એરક્રાફ્ટ એન્જિન અને પાર્ટ્સના રી-ઇમ્પોર્ટ પર ચૂકવવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે એક જ ટ્રાન્ઝેક્શન પર બે વાર ડ્યુટી લગાવવી ગેરબંધારણીય છે.
જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને શૈલ જૈનની બેન્ચે શુક્રવારે આ મામલે સુનાવણી કરી, પરંતુ જસ્ટિસ જૈને પોતાને અલગ કરી લીધા કારણ કે તેમનો પુત્ર ઇન્ડિગોમાં પાઇલટ છે. હવે ચીફ જસ્ટિસના આદેશ પર બીજી બેન્ચ સુનાવણી કરશે.

