રિપોર્ટ@દેશ: કેજરીવાલ જનતાને વધુ એક ગિફ્ટ આપશે, જાણો વધુ વિગતે

મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓ માટે રૂ. 2100 થી લઈને ઓટો ડ્રાઈવર અને પુજારીઓ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.
 
કેજરીવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક જાહેરાતો બહાર પાડવામાં આવતી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે. તેણે પોતાના X એકાઉન્ટ પર કહ્યું કે આજે હું દિલ્હીના લોકો માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું.

કેજરીવાલે છેલ્લા 44 દિવસમાં 5 જાહેરાત કરી છે. તેમાં મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓ માટે રૂ. 2100 થી લઈને ઓટો ડ્રાઈવર અને પુજારીઓ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ પુરો થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.