રિપોર્ટ@ઉત્તરાખંડ: એક ભિખારણ મહિલાનાં થેલામાંથી 1 લાખ રૂપિયા નીકળ્યા

થેલામાંથી નોટોનાં બંડલો નીકળતાં જોઈને લોકો અયંબામાં પડી ગયા.
 
રિપોર્ટ@ઉત્તરાખંડ: એક ભિખારણ મહિલાનાં થેલામાંથી 1 લાખ રૂપિયા નીકળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તરાખંડના રૂરકી વિસ્તારના મંગલૌર મોહલ્લા પઠાણપુરામાં એક ભિખારણ મહિલાના થેલામાંથી લગભગ 1 લાખ રૂપિયાની મોટી રોકડ રકમ મળી આવી. 13 વર્ષથી એક મકાનની બહાર જીવન ગુજારી રહેલી આ મહિલા પાસે આટલી મોટી રકમ જોઈને શેરીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં શેરીના લોકોએ મહિલાને ત્યાંથી હટાવવા માગી, ત્યારે જ તેમની નજર તેના થેલામાં રાખેલી રોકડ પર પડી. થેલામાંથી નોટોનાં બંડલો નીકળતાં જોઈને લોકો અયંબામાં પડી ગયા. તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી.

માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નોટોની ગણતરી સતત ચાલુ છે અને આ રકમ એક લાખ રૂપિયાની આસપાસ હોવાની અપેક્ષા છે.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાને જલદી જ કોઈ સુરક્ષિત સ્થળ પર મોકલવામાં આવશે. મળી આવેલી રકમને કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને સોંપવામાં આવશે. ચોરીના જોખમને ધ્યાનમાં રાખીને મહિલાને સુરક્ષિત રાખવામાં આવી છે. આટલી મોટી રોકડ મળવાની ખબર ફેલાતાં જ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રોકડ હોવાની ખબર પછી કેટલાક લોકો ચોરીના ઇરાદે મહિલા પાસે પહોંચી શકે છે, તેથી મહિલાની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્થાનિક નિવાસીઓએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, "અમે બધાને આશ્ચર્ય છે કે આટલા લાંબા સમય સુધી એક ભિખારણ પાસે આટલી મોટી રકમ હતી. મહિલાને સુરક્ષિત જગ્યાએ મોકલવી ખૂબ જ જરૂરી છે, નહીંતર લોકો તેને નુકસાન પહોંચાડી શકે છે." હાલમાં પોલીસ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે અને મહિલાની સુરક્ષા તેમજ મળી આવેલી રોકડની યોગ્ય દેખરેખ માટે જરૂરી પગલાં લઈ રહી છે.