રિપોર્ટ@દેશ: વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ સ્થાનિક દુકાનદારો અને મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ સ્થાનિક દુકાનદારો અને મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
પ્રદર્શનકારીઓએ પહેલા મેજિસ્ટ્રેટ ઓફિસની બહાર વિરોધ રેલી કાઢી હતી. ત્યારબાદ શાલીમાર પાર્કની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખરેખરમાં વૈષ્ણોદેવીના દર્શને જતા લોકો માટે શાલીમાર પાર્કમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ભક્તોને મંદિર સુધી પહોંચાડવા માટે રોપ-વે પ્રોજેક્ટ હાલના માર્ગ પરના સ્થાનિક દુકાનદારોના વ્યવસાયને અસર કરશે. પાલખી અને ઘોડા પર ભક્તોને મંદિર સુધી લઈ જનારા વેપારીઓએ જણાવ્યું હતું કે નવો પ્રોજેક્ટ રૂ. 250 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેના નિર્માણ પછી, ભક્તો રોપ-વે દ્વારા જશે. અમારી આજીવિકા છીનવાઈ જશે.