રિપોર્ટ@દેશ: રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ છે. ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન સિંહની વાદળી પાઘડી પહેરવામાં આવી હતી.
આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવદેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાર્થિવદેહ સાથે વાહનમાં બેઠા હતા. ઘાટ પર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
મનમોહનના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ.સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમન સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.