રિપોર્ટ@દેશ: મહાકુંભમાં 2500 ડ્રોનનો મેગા શો યોજાયો, જાણો વધુ વિગતે
સમુદ્રમંથનની ભવ્ય કથા, 14 રત્નના ઉત્પન્ન થવાની ઘટના, કુંભ કળશમાંથી અમૃત પડવાની ઘટના અને ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ.
Jan 25, 2025, 16:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. આજે મહાકુંભના મેળાનો 13મો દિવસ હતો. શુક્રવારે મહાકુંભમાં 2500 ડ્રોનનો મેગા શો યોજાયો. એની શરૂઆત આકાશના કેનવાસ પર શંખ ધ્વનિના અવાજથી થઈ.
ત્યાર બાદ એક પછી એક સમુદ્રમંથનની ભવ્ય કથા, 14 રત્નના ઉત્પન્ન થવાની ઘટના, કુંભ કળશમાંથી અમૃત પડવાની ઘટના અને ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ. સેક્ટર-7નું આકાશ ઝગમગી ઊઠ્યું હતું.
રંગબેરંગી ધાર્મિક પ્રતીકોની અદ્ભુત વિવિધતા જોવા મળી હતી. આ ડ્રોન શો ત્રણ દિવસ સુધી ચાલશે. શનિવાર અને રવિવારે સાંજે 2500 ડ્રોન શોમાં ભક્તોને વિવિધ ધાર્મિક કથાઓ જોવા મળશે.

