રિપોર્ટ@દેશ: રક્ષા મંત્રાલયે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા
આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં સ્વદેશી તોપો ખરીદવામાં આવી રહી છે.
Mar 27, 2025, 12:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા. હવે 307 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ એટલે કે હોવિત્ઝર તોપો ખરીદવામાં આવશે. આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં સ્વદેશી તોપો ખરીદવામાં આવી રહી છે.
આ ડીલ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ સાથે કરવામાં આવ્યો છે. આમાં, ભારત ફોર્જ 60% તોપોનું ઉત્પાદન કરશે, જ્યારે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ 40% પ્રોડક્શન કરશે.