રિપોર્ટ@મુંબઈ: એક્ટરને 5 દિવસમાં બીજીવાર મળી મોતની ધમકી, જાણો વધુ વિગતે

મુંબઈ ટ્રાફિક-પોલીસને મળેલી આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો સલમાનને જીવ ખોવો પડશે.
 
રિપોર્ટ@દેશ: લોરેન્સ ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાને 'સિકંદર'નું શૂટિંગ ટાળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની ખંડણી માગી છે.

મુંબઈ ટ્રાફિક-પોલીસને મળેલી આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો સલમાનને જીવ ખોવો પડશે. મેસેજ મળ્યા બાદ વર્લીમાં હાજર અધિકારીઓએ મેસેજ મોકલનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

5 દિવસ પહેલા પણ સલમાનને આવી જ રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે આરોપીની મંગળવારે નોઈડાથી ધરપકડ કરી હતી. તેની ઓળખ મોહમ્મદ તૈયબ (20) તરીકે થઈ છે. ACP નોઈડા પ્રવીણ કુમાર સિંહે કહ્યું- આરોપીને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મુંબઈ પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેશે.

તૈયબે 25 ઓક્ટોબરની સાંજે એનસીપી નેતા બાબ સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીની બાંદ્રા ઓફિસમાં મેસેજ મોકલ્યો હતો. જેમાં સલમાન ખાન અને ઝીશાનને ખંડણી નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઝીશાનના એક કર્મચારીએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.