રિપોર્ટ@મુંબઈ: NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ

2 મહિનાનું પ્લાનિંગ, Y-સિક્યુરિટી ફેલ; લોરેન્સ ગેંગની સંડોવણીની આશંકા, 2 આરોપીની ધરપકડ

 
રિપોર્ટ@મુંબઈ: NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. NCPના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રાના ખેર નગરમાં તેમના ધારાસભ્ય દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સિદ્દીકીને Y કેટેગરીની સુરક્ષા હતી, પરંતુ ઘટના સમયે તેની સાથે કોઈ કોન્સ્ટેબલ નહોતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિક્ષામાં આવેલા 3 શૂટરોએ બે બંદૂકોમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાબાને ત્રણ ગોળી વાગી હતી. 2 ગોળી તેના પેટમાં અને 1 છાતીમાં વાગી હતી. ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા. 3માંથી 2 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા બે મહિનાથી બાબાના ઘર અને દીકરાની ઓફિસની રેકી કરી રહ્યા હતા.

આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ ગેંગ સામેલ હોવાની આશંકા છે. લોરેન્સ ગેંગનું નામ સામે આવ્યા બાદ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે. લોરેન્સ ગેંગે 14 એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું.