રિપોર્ટ@મુંબઈ: યુવકે 20 વર્ષની યુવતી સાથે રિક્ષામાં કર્યો રેપ, 2 મહિના બાદ UPથી પકડાયો આરોપી ઈસમ

મુંબઈમાં 2 મહિના પહેલા રિક્ષામાં રેપની ચોંકવનારી ઘટના સામે આવી હતી
 
રિપોર્ટ@મુંબઈ: યુવકે 20 વર્ષની યુવતી સાથે રિક્ષામાં કર્યો રેપ, 2 મહિના બાદ UPથી પકડાયો આરોપી ઈસમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 દુનિયામાં કેટલાય અવનવા બળાત્કારની ઘટના બનતી હોય.છોકરીયો અત્યારના  યુગમાં બિલકુલ સુરક્ષિત નથી.દિવસ હોય કે રાત  એકલી છોકરી એકલી ઘરની બહાર નીકળે તો તેની સાથે  બળાત્કારની ઘટના બનતી હોય છે.આજનો યુગ છોકરીયો માટે બહુજ ખરાબ છે.૫ વર્ષની નાની બાળકી હોય કે ૨૦ વર્ષની કોશોરી હોય હાલના યુગમાં સુરક્ષિત નથી.લોકો બાળકીના જનમથી પણ દુઃખ અનુભવે છે,અ બધા ખરાબ બનાવોના કારણે.બળાત્કાર કેટલીય જગ્યાએ બનાવો બને છે.આવીજ બળાત્કારની એક ઘટના સામે આવી છે.બળત્કારનો આરોપી  ૨મહિના પછી પોલીશના હાથે પકડાયો.24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રેપ કર્યો હતો. આ ઘટના બાદ જે આરોપી ફરાર થયો હતો, તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રેપ કેસમાં પકડાયેલા આરોપીનું નામ ઈન્દ્રજીત સિંહ છે. તેની યુપી પોલીસ (Mumbai Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.20 વર્ષની રેપ પીડિતાના જણાવ્યા મુજબ, 17 મે, 2023ના રોજ સાંજે 4 વાગ્યે નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગાંવ પરત ફરતી વખતે ઓટો ચાલકે બાથરૂમ જવાના બહાને આરેના જંગલમાં ઓટો રોકી હતી. મહિલાનું ગળું દબાવીને તેને ચૂપ કરી હતી પછી તેનો રેપ કર્યો હતો. રેપ બાદ લાત મારી અને કોઈને ન કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બળાત્કાર બાદ આરોપીએ મહિલાને લાતો અને મુક્કાઓ વડે માર માર્યો હતો અને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી.આ ઘટના 17 મેના રોજ બની હતી, પરંતુ મારપીટ અને ધમકીઓને કારણે મહિલાએ ડરના કારણે કોઈને કહ્યું ન હતું. 20 વર્ષીય પીડિતાને માર મારવાને કારણે તેના ટાંકા તૂટી ગયા હતા અને તેને ખૂબ લોહી વહી રહ્યું હતું.જ્યારે પરિવારના સભ્યોએ મહિલા પર દબાણ કરીને આ અંગે પૂછ્યું તો મહિલાએ પરિવારના સભ્યોને માત્ર છેડતીની વાત કહી હતી. પરિવારના સભ્યો મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યારબાદ જ્યારે પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો મહિલાએ આખી વાત જણાવી હતી. આ યુવતી CBD બેલાપુર નવી મુંબઈથી ગોરેગાંવ આવી રહી હતી.છેવટે 6 જુલાઈ, 2023ના રોજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આરોપી ઉત્તરપ્રદેશ ભાગી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જ સાથીઓની મદદ લીધી, પહેલા તેને બહાને મુંબઈ બોલાવ્યો અને આરોપી મુંબઈ પહોંચતા જ આરે પોલીસે તેની ધરપકડ કરી.આરોપી વિરુદ્ધ કલમ 376, 354 B 509, 323, 506 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.