રિપોર્ટ@મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી, જાણો સમગ્ર બનાવ

અજાણ્યો વ્યક્તિ મુંબઈના દાદરમાં તેની ફિલ્મના શૂટિંગ વિસ્તારમાં પરવાનગી વગર ઘૂસ્યો હતો. જ્યારે ક્રૂએ અટકાવ્યો તો તેણે સલમાન ખાનની સામે કહ્યું- બિશ્નોઈને કહી દઉં શું?
 
રિપોર્ટ@દેશ: લોરેન્સ ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાને 'સિકંદર'નું શૂટિંગ ટાળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સલમાનખાનને અવાર-નવાર કેટલીક ધમકીઓ મળતી આવી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. એક અજાણ્યો વ્યક્તિ મુંબઈના દાદરમાં તેની ફિલ્મના શૂટિંગ વિસ્તારમાં પરવાનગી વગર ઘૂસ્યો હતો. જ્યારે ક્રૂએ અટકાવ્યો તો તેણે સલમાન ખાનની સામે કહ્યું- બિશ્નોઈને કહી દઉં શું?

આ પછી સલમાનની સિક્યુરિટીએ તેને પોલીસને સોંપી દીધો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મુંબઈનો રહેવાસી છે.

વાસ્તવમાં, સલમાન ખાનને લોરેન્સ ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. લોરેન્સ ગેંગે સલમાનના ઘર પર ફાયરિંગ પણ કર્યું હતું. સલમાનના નજીકના અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.