રીપોર્ટ@ મુઝફ્ફરપુર: ધર્મપરિવર્તન પછી મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવાન સાથે લગ્ન કર્યાં

 યુવતી કહે છે : તેનો પિતા તેનું અપહરણ કરાવવા માગે છે : 
 
અમદાવાદ: પરિણીત પુરુષે પ્રથમ લગ્ન છૂપાવીને કર્યા બીજા લગ્ન, આ રીતે ખુલી પોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 પોતાના પતિની પણ હત્યા કરાવવા માગે છે

મુઝફ્ફરપુર : બિહારના મુઝફ્ફરપુરમાં એક મુસ્લીમ યુવતી અને હિન્દુ યુવાનની પ્રેમ કહાની બહાર આવી છે. જેમાં એક મુસ્લીમ યુવતીએ ધર્મ પરિવર્તન પછી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં છે. યુવતીના પિતાએ યુવતીનું અપહરણ કરાવાયું હોવાની એફઆઈઆર દાખલ કરી છે.

બીજી તરફ તે યુવતીનું કહેવું છે કે તેનો પિતા તેના પતિની હત્યા કરાવવા સાજીશ રચી રહ્યા છે.

ઘટના એવી છે કે મુઝફ્ફરપુરના અહીયાપુર થાણામાં એક મુસ્લીમ યુવતી શબાનાનું અપહરણ થયું હોવાની હો હા શરૂ થઇ ગઇ હતી. શબાનાના પિતાએ એક હિન્દુ યુવાન અભિષેક વિરૂદ્ધ શબાનાનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ કરી હતી. આથી પોલીસે તે યુવતી અને યુવાનની શોધ માટે ઠેર ઠેર દરોડા પાડવા શરૂ કરી દીધા હતા. દરમિયાન શબાના અને અભિષેક દિલ્હી પહોંચી ગયાં હતાં. ત્યાં આર્ય સમાજ મંદિરમાં આર્ય સમાજની વિધિ પ્રમાણે લગ્ન પણ કર્યાં.

શબાનાએ પોતાનાં કુટુમ્બીજનો ઉપર એવો આક્ષેપ મુક્યો છે કે તેઓ અભિષેકની હત્યા કરાવવા માગે છે. શબાના પોતાની હકીકત કહેવા કોર્ટમાં પણ ગઇ હતી. તેણે કહ્યું કે તે હવે વયસ્ક છે. તેણે પોતાની મરજીથી અભિષેક સાથે લગ્ન કર્યાં છે.

શબાનાએ પોલીસને કહ્યું હતું કે વાસ્તવમાં તેણે એક વર્ષ પૂર્વે ધર્મ પરિવર્તન કર્યું હતું, અને તે પોતાની ઇચ્છાથી ઘરમાંથી નાસી ગઈ હતી, કોઇએ તેનું અપહરણ કર્યું નથી. પરંતુ તેનાં કુટુમ્બીજનો તે લગ્ન માટે તૈયાર ન હતાં.

વાત એમ છે કે, અભિષેકનાં ઘરની પાસે જ શબાનાનું ઘર છે. ચાર વર્ષથી તેઓ એક બીજાને ઓળખતાં હતાં. ૧૯મી એપ્રિલે બંનેએ લગ્ન કરી લીધાં. શબાના કહે છે કે તેના પિતાએ અપહરણનો કેસ કર્યો છે, પરંતુ તે ઇચ્છે છે કે તે કેસ તેઓ પાછો ખેંચી લે. તે અભિષેકની સાથે રહેવામાં રાજી છે, અને તેની સાથે જ રહેવા માગે છે.

આ સાથે શબાનાએ તેવો પણ આક્ષેપ કર્યો છે કે તેનાં કુટુમ્બીજનો અભિષેકની હત્યા કરાવવા માગે છે.

શબાનાનાં કહેવાતાં અપહરણ કેસમાં શબાનાના પિતા મો.નૂરઆલમે અભિષેક સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે ૭મી એપ્રિલે શબાનાનું અપહરણ કરવામાં આવ્યું હતું તે પછી શબાનાએ દિલ્હીથી તીસ હજારી કોર્ટમાં અભિષેક સાથે લગ્ન કર્યાં તે પૂર્વે તેણે દિલ્હીનાં આર્યસમાજમાં મંદિરમાં વિધિવત્ ધર્મપરિવર્તન કરી તે મંદિરમાં જ લગ્ન કર્યાં હતાં. બીજી તરફ કોર્ટે તે સ્વીકાર્યું હતું કે યુવાન અને યુવતી બંને વયસ્ક છે, અને પોતાની મરજીથી લગ્નગ્રંથીથી જોડાયાં છે.