રિપોર્ટ@મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી માટે NCPએ પ્રથમ યાદી જાહેર કરી, જાણો વધુ

તેમાં 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં કેટલાક ઉમેદવારોના નામ જાહેર થયા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે NCPએ પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. જ્યારે છગન ભુજબળ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના નેતા દિલીપ વાલસે પાટીલ અંબેગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. અજિત પવારની એનસીપીએ કાગલ સીટ પરથી હસન મુશ્રીફને ટિકિટ આપી છે જ્યારે ધનંજય મુંડે પરલી સીટ પરથી ચૂંટણી લડશે. આ યાદીમાં મોટા નેતાઓમાં સામેલ નવાબ મલિક અને સના મલિકના નામ નથી.

બારામતી લોકસભા બેઠક શરદ પવારની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે તેમની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી જીત્યા હતા. સુપ્રિયાએ લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવ્યા હતા. અગાઉ મંગળવારે મોડી રાત્રે શિવસેનાએ 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી પચપાખાડીથી ચૂંટણી લડશે. જ્યારે મંત્રી ઉદય સામંતને રત્નાગીરીથી ટિકિટ આપવામાં આવી છે.

મહાયુતિએ અત્યાર સુધીમાં 182 નામોની જાહેરાત કરી છે. જેમાં ભાજપના 99, શિવસેના 45 અને અજીત જૂથના 38 ઉમેદવારોના નામ સામેલ છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 ના રોજ પુરો થાય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે.