રિપોર્ટ@દેશ: મહાકુંભમાં મફત ટ્રેન મુસાફરી નહીં કરાવે, જાણો વધુ વિગતે
![રિપોર્ટ@દેશ: મહાકુંભમાં મફત ટ્રેન મુસાફરી નહીં કરાવે, જાણો વધુ વિગતે](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/b5d38e54d87dca046b426901cb534aeb.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મહાકુંભ મેળા ચાલી રહ્યો છે. મેળામાં લાખો લોકો જતા હોય છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા દરમિયાન જનરલ કોચમાં ટિકિટ વિનાની મુસાફરી સંબંધિત સમાચારો પર રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.
ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી કે મુસાફરોને મફત મુસાફરીની મંજૂરી આપવાના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને અફવા છે. અગાઉ એવું જાણવા મળ્યું હતું કે મુસાફરો પ્રયાગરાજથી 200થી 250 કિમીનું અંતર મફતમાં મુસાફરી કરી શકે છે.
રેલવે મંત્રાલયે કહ્યું- ભારતીય રેલવેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે, અમે આ અહેવાલોનું ખંડન કરીએ છીએ, કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે. મંત્રાલયે કહ્યું કે ભારતીય રેલવે નિયમો હેઠળ માન્ય ટિકિટ વિના મુસાફરી કરવી એ સજાપાત્ર ગુનો છે.