રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આસિયાન સમિટ માટે કમ્યુનિસ્ટ દેશ લાઓસ પહોંચ્યા
વડાપ્રધાન મોદીએ લાઓસની રાજધાની વિયેતિયાનમાં લાઓસની રામાયણ પણ નિહાળી હતી.
Updated: Oct 10, 2024, 16:55 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી અવાર-નવાર કેટલાય પ્રવાસ કરતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-આસિયાન સમિટમાં ભાગ લેવા આજે 2 દિવસની મુલાકાતે કમ્યુનિસ્ટ દેશ લાઓસ પહોંચ્યા હતા. અહીં બૌદ્ધ સાધુઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ લાઓસની રાજધાની વિયેતિયાનમાં લાઓસની રામાયણ પણ નિહાળી હતી.
PM મોદી લાઓસમાં 10મી વખત ભારત-આસિયાન સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પીએમ મોદી આસિયાન દેશોના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
લાઓનના વડાપ્રધાન સોનેક્સ સિફાનડોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. લાઓસ આ વર્ષે ભારત-આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની યજમાની કરી રહ્યું છે.