રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી બનશે કપૂર પરિવારના મહેમાન, જાણો વધુ વિગતે

પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો અને આ પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી બનશે કપૂર પરિવારના મહેમાન બનવા જઈ રહ્યા છે. 14 ડિસેમ્બરે હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતી છે. કપૂર પરિવાર આ પ્રસંગને યાદગાર બનાવવા માગે છે. આખો કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો અને આ પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.

કરીના કપૂર-કરિશ્માએ પીએમ સાથેની મુલાકાતની કેટલીક ખાસ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. કપૂર બહેનોએ પીએમ પાસેથી ઓટોગ્રાફ માગ્યો હતો. કરીનાએ એક ફોટો શેર કર્યો છે, જેમાં પીએમ મોદીએ લખ્યું છે - ટિમ અને જેહ... પેજ પર બંને બાળકોનાં નામ લખ્યાં બાદ પીએમએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો. કરીનાએ આ મુલાકાતને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેણે લખ્યું- રાજ કપૂરની 100મી જન્મજયંતી માટે તમારો સપોર્ટ અને એટેન્શન મેળવવાં અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

કરિશ્મા કપૂરે પણ બાળકો માટે પીએમ મોદીનો ઓટોગ્રાફ લીધો હતો. સામે આવેલી તસવીરોમાં પીએમ મોદી કપૂર પરિવાર સાથે વાત કરતા જોવા મળે છે. પીએમ એક પછી એક બધાને મળ્યા. આ માટે કપૂર પરિવારે PMનો દિલથી આભાર માન્યો.  ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનને તેમના 100મા જન્મદિવસે ઊજવવામાં આવશે. શોમેનની આઇકોનિક ફિલ્મો "રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ" માં બતાવવામાં આવશે.