રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળશે. તેમની અનેક નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત પણ થઈ શકે છે.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન શહેર પહોંચી ગયા છે. તેમની મુલાકાત 2 દિવસની છે. PM મોદી છેલ્લા 4 મહિનામાં બીજી વખત રશિયાની મુલાકાતે છે.

મોદી અગાઉ જુલાઈમાં ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા આવ્યા હતા. PM આજે સાંજે BRICS નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળશે. તેમની અનેક નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત પણ થઈ શકે છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર PM મોદી બુધવારે બ્રિક્સની બેઠકમાં ભાગ લેશે. તે બે સેશનમાં યોજાશે. સવારે સૌપ્રથમ ક્લોઝ પેનરી એટલે કે, એક બંધ રૂમમાં ચર્ચા થશે. આ પછી સાંજે ઓપન પ્લેનરી થશે. આ દરમિયાન PM મોદી ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.