રિપોર્ટ@દેશ: હવામાન વિભાગનો 150મો સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી હવામાન વિભાગના ખાસ દિવસ પાર ત્યાં પહોચ્યા છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત મંડપમ પહોંચ્યા છે. PM ટૂંક સમયમાં જ 'મિશન મૌસમ' નો શુભારંભ કરશે અને IMD વિઝન-2047ના દસ્તાવેજનું વિમોચન કરશે. આ કાર્યક્રમને 'અવિભાજિત ભારત' નામ આપવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગએ એવા દેશોને આમંત્રિત કર્યા છે જે 150 વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ ત્યારે ભારતનો ભાગ હતા. તેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને માલદીવ તેમજ મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના અધિકારીઓ સામેલ છે.
બાંગ્લાદેશે IMDના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો નથી. ત્યાંના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-જરૂરી વિદેશ પ્રવાસો પર પ્રતિબંધને ટાંકીને આ નિર્ણય લીધો છે. તેમજ, પાકિસ્તાને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી.