રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભનો શુભારંભ કર્યો, જાણો વધુ વિગતે

મહાકુંભ માટે કળશની સ્થાપના કરી અને 5700 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભનો શુભારંભ કર્યોમહાકુંભ માટે કળશની સ્થાપના કરી અને 5700 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું.

મોદી નિષાદરાજ ક્રૂઝમાં બેસીને સંગમ કિનારે ગયા. ઋષિ-મુનિઓને મળ્યા બાદ સંગમ નાકે 30 મિનિટ સુધી ગંગાની પૂજા કરી. ગંગાજીને ચૂંદડી ઓઢાડી અને દૂધ અર્પણ કર્યું.

PMએ અક્ષયવટની પરિક્રમા કરી. આ પછી ભગવાન હનુમાનજીની પૂજા-આરતી કરી. આ સમયગાળા દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી પીએમ સાથે રહ્યા.