રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું

તેમાં ભારતમાં 6G ડેવલપમેન્ટ પર અપડેટ્સ રજૂ થાય તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ 18 ઓક્ટોબર સુધી યોજાશે.
 
રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી અવાર-નવાર કેટલાક ઉદ્ઘાટન કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​15 ઓક્ટોબરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 2024 ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં ભારતમાં 6G ડેવલપમેન્ટ પર અપડેટ્સ રજૂ થાય તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ 18 ઓક્ટોબર સુધી યોજાશે.

'ધ ફ્યુચર ઈઝ નાઉ' થીમ સાથે આયોજિત આ ઈવેન્ટમાં ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, IoT, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી, ગ્રીન ટેક, સેટકોમ અને ઈલેક્ટ્રોનિક્સ સંબંધિત ઘોષણાઓ ઉપરાંત 5Gના યૂઝ કેસ પણ શોકેસ કરાય તેવી સંભાવના છે.

આ ટેક ઈવેન્ટમાં વિશ્વના 120 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે અને લગભગ 900 સ્ટાર્ટઅપ્સે પણ ભાગ લીધો છે. IMC 2024ના એક્ઝિબિશનમાં PM મોદીને ટેક ઇનોવેશન્સ બતાવવામાં આવ્યા હતા. પીએમની સાથે કેન્દ્રીય કોમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા.